પ્રૉજેક્ટ  

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની અનેકવિધ પ્રવૃત્તિઓ અને ભાવિ આયોજનો

છેલ્લાં 15 વર્ષમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી દ્વારા કલા, સાહિત્ય, સંશોધન અને જૈનદર્શનના પ્રસારનું કામ કરવામાં આવ્યું છે. એના ઘણા આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઘણા ટૂંકા ગાળામાં જૈન ધર્મના પ્રસાર અને જૈન દર્શન અંગેની જાગૃતિ લાવવાનું કામ આ સંસ્થા દ્વારા થયું છે. અહીં એના મુખ્ય પ્રૉજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી છે. આ પ્રૉજેક્ટની વિગતે માહિતી આ સાઇટમાં અન્યત્ર આપવામાં આવી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનો મુખ્ય ઉદ્દેશ દેશ-વિદેશમાં જૈન ધર્મનો પ્રચાર કરવો તે છે. જૈન ધર્મ વિશેની જાગૃતિ, એની વિશાળતા, ઊંડાણ, ફિલૉસોફી, સાહિત્ય અને કલા અંગેની જાણકારી આપવાનો ઉદ્દેશ છે. પશ્ચિમ જગતમાં કેટલીક સંસ્થાઓને બાદ કરતાં જૈન ધર્મ વિશે કોઈને ય ખબર નથી અને કેટલાંક જાણે છે તે ખૂબ ઓછું જાણે છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી તેના પ્રાથમિક તબક્કાનાં કાર્ય કરવામાં સફળ રહી છે.

જૈન મેન્યુસ્ક્રીપ્ટ કૅટલોગિંગની કામગીરીઃ

જૈન સાહિત્યનું હાર્દ હજારો હસ્તપ્રતોમાં સમાયેલું છે. કેટલીય હસ્તપ્રતો હજારો વર્ષ જૂની છે. આ હસ્તપ્રતો મ્યુઝિયમો, લાઇબ્રેરીઓ, દેરાસરો અને ખાનગી સંગ્રહ તરીકે ફેલાયેલી છે. તાજેતરમાં ભારતના માનનીય વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના હસ્તે બ્રિટીશ લાયબ્રેરીના પ્રથમ ત્રણ વોલ્યૂમનો વિમોચન સમારંભ નવી દિલ્હીમાં યોજાઈ ગયો.

આર્ટ એક્ઝિબિશનઃ

ઈ.સ. 1995માં વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના સંયુક્ત સહયોગથી જૈન આર્ટના પ્રદર્શનમાં કો-ઓર્ડિનેશનનું કાર્ય કર્યું. યૂરોપમાં જૈન આર્ટ અંગેનું સૌપ્રથમ પ્રદર્શન હતું.

પબ્લિકેશન પ્રોજેક્ટ્સઃ

જૈનિઝમ અંગેના મટીરીયલ્સના પબ્લિકેશનમાં સક્રીય કામગીરી

ઇન્ટરફેઇથ પ્રવૃત્તિઃ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ પોતાનો સમાવેશ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્ટરફેઈથમાં અને મુખ્ય ઓર્ગેનાઈઝેશનમાં કર્યો છે અને નિયમિત રીતે આ અંગેની પ્રવૃત્તિમાં ભાગ લે છે.

પર્યાવરણને લગતી પ્રવૃત્તિઃ

પર્યાવરણની જાળવણી અને રક્ષા એ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. આ મુખ્ય ઉદ્દેશ માટે સંસ્થા સતત જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે.

શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી ઉજવણીઃ

જૈન ફિલોસોફી અને ભગવાન મહાવીરસ્વામીના સંદેશાને સરળતાથી અને સમજી શકાય તેવી ભાષામાં પ્રચાર કરવા માટે શ્રીમદ્ રાજચંદ્રનું સ્થાન આગવું છે. રાજસોભાગ સત્સંગ મંડળે (સાયલા) ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીની સહાયથી દેશ-વિદેશમાં શ્રીમદ્ રાજચંદ્રના શતાબ્દી વર્ષની ઉજવણી કરી.

જન્મ કલ્યાણક કીર્તિસ્થંભની સ્થાપનાઃ

વિશ્વના કેટલાક મુખ્ય શહેરોમાં કીર્તિસ્તંભની સ્થાપના કરવાનું ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા વિચારવામાં આવી રહ્યું છે.

શૈક્ષણિક પ્રવૃત્તિ

જૈન ધર્મના ઉચ્ચ અભ્યાસ માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી સ્પોન્સર કરે છે. ભારતમાં પોસ્ટ ગ્રેજ્યુએશનને પ્રોત્સાહન અપાય છે. જ્યારે યુ.કે.માં વધુ જૈન સ્ટડી પૂરો પાડવાના પ્રયત્ન થાય છે.

ચેરીટેબલ એક્ટિવિટીઝઃ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા ચેરીટેબલ પ્રવૃત્તિ થતી નથી તેમ છતાં જ્યારે તક મળે ત્યારે યોગ્ય કારણોમાં સહાયરૂપ બને છે.

કેટેગરી

સમાચાર
ઘટનાઓ
ફિચર (માહિતી લેખો)
જૈન તીર્થો
પ્રશ્નોત્તરી
તીર્થંકરો
ઇતિહાસ
સિદ્ધાંત
ફોટોગ્રાફ

ઇ-મેલ