અમારા વિશે..  

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી - પરિચય

 
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી જૈનદર્શનનો પ્રચાર અને પ્રસાર કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થા દ્વારા લંડનમાં 1983થી થઈ રહ્યું છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે તે માટે ભારતમાં આ સંસ્થાની સ્થાપના અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા મહાકાન્ત બિલ્ડિંગમાં 14મી એપ્રિલ 1997ના રોજ ડૉ. એલ. એમ. સિંઘવીના હસ્તે કરવામાં આવી.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના અમદાવાદના કાર્યાલયનો પ્રારંભ થતાં વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. ધીરે ધીરે પ્રવૃત્તિનો વ્યાપ વધતાં નવ વર્ષ બાદ એપ્રિલ 2006માં નવી ઑફિસનો પ્રારંભ થયો. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ સોસાયટી પાસે સમય એપાર્ટમેન્ટના બી બ્લોક નં. 101માં નવી ઑફિસ શરૂ કરવામાં આવી. આ નવી ઑફિસ રિસેપ્શનરૂમ, કમ્પ્યૂટર રૂમ, ઑફિસ, ડાયરેક્ટર રૂમ, કૉન્ફરન્સ હૉલ, ગેસ્ટ રૂમ તથા પેન્ટ્રીની સુવિધા ધરાવે છે.
દેશ વિદેશથી આવતા વિદ્વાનો તથા મહાનુભાવો અવારનવાર આ ઑફિસની મુલાકાતે આવે છે.
   
  ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ઉદ્દેશો આ પ્રમાણે છે -
   
  1.0 ભારતીય સંસ્કારના વારસારૂપ ભારતીય સાહિત્ય, તત્વજ્ઞાન, શિલ્પ તથા સ્થાપત્યને લગતી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી સામગ્રી મેળવવા, જાળવવા તથા તેના કેટલોગ બનાવવાના પ્રયાસ કરવા.
  2.0
જૈન વિદ્યા, અહિંસા, અનેકાંત તથા પર્યાવરણને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ વિષય દાખલ કરાવવા વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવા.
  3.0
રાજ્યમાં દેશમાં કે દેશબહાર અહિંસા તથા પર્યાવરણના ઉત્તેજન માટે વિશિષ્ટ સેવા બજાવનાર સંસ્થા કે વ્યક્તિને અહિંસા પર્યાવરણ એવોર્ડ આપવા માટે પ્રયત્ન કરવા.
  4.0
યુવાનો માટે સાંસ્કૃતિક કેન્દ્રોમાં શિબિર, પ્રવાસ અને મુલાકાત યોજવા.
  5.0
તમામ વ્યક્તિઓને મોક્ષ માર્ગે દોરી જવા વૈશ્વિક ભાતૃભાવનો ઉદ્દેશ પાર પાડવાના હેતુથી જાત કે વર્ણના ભેદભાવ વગર જૈન ધર્મની વિશિષ્ટ બાબતો હાથ ધરવી.
  6.0
કેવળ સંપ્રદાય નહીં પરંતુ એક વિચારધારા તથા જીવનશૈલી બની રહેલા જૈન ધર્મનો પ્રસાર કરવો.
  7.0
અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ તથા કર્મના ચાર સ્થંભો પર રચાયેલા જૈન ધર્મને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી.
  8.0
માનવ કલ્યાણને લગતા કાર્યો કરવા. શૈક્ષણિક, તબીબી રાહત, રોગચાળો, દુષ્કાળ, પૂર, ધરતીકંપ કે અણધારી આપત્તિ વખતે સેવા કાર્યો કરવા.
  9.0
સાર્વત્રિક જાહેર ઉપયોગિતાના કાર્યો કરવા.
  10.0
પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ કે પરિયોજના અમલમાં મૂકવી.
  11.0
ભારતીય વિચારસરણીના આદર્શોના પ્રસાર માટે પત્રિકા, સામયિક, ફોલ્ડર, સમાચારપત્ર, પુસ્તક વગેરેનું પ્રકાશન, રેકર્ડ, કેસેટ, સી.ડી. વગેરે ઉપલબ્ધ બનાવવા.
કેટેગરી

સમાચાર
ઘટનાઓ
ફિચર (માહિતી લેખો)
જૈન તીર્થો
પ્રશ્નોત્તરી
તીર્થંકરો
ઇતિહાસ
સિદ્ધાંત
ફોટોગ્રાફ

ઇ-મેલ

Ahminsa Parmo Dharm: Parasparomaho Jivanam